સંસ્થાની સફરના સથવારે

સમાજ ઉત્કર્ષ માટે કાર્ય કરતી કોઈ પણ સંસ્થાના વિકાસ માટે પ્રાથમિક જરૂરિયાત શું છે ?

સતત રચનાત્મક કર્યો કરવાની ધગશ તથા આધુનિક વિચારસરણી ધરાવતી સેવાભાવી કાર્યકર્તાઓની એવી ટીમ જે ગરિમા અને સમજદારીપૂર્વક ભવિષ્યની પેઢીને પોતાનાં અનુભવનો વરસો અર્પણ કરી શકે.

આવા જ કેટલાક ખંતીલા અને ઉત્સાહી યુવાનોએ સમાજ કલ્યાણની તમન્ના હૃદયમાં ધરી ૧૯૮૩ ની સાલમાં નવરાત્રિનાં પવિત્ર પરવા માં ' અરીહંત ગ્રુપ ' નામની સંસ્થાની સ્થાપના કરી.

કચ્છી સમાજનો બહોળો વર્ગ જ્યાં વસે છે તેવા મીની કચ્છ સમ ડોમ્બીવલી નગરીમાં સમાજ માટે વિવિધ પ્રવૃતિઓ કરવાનાં ઉદેશથી શ્રી રસિક છેડા ( બાંભડાઈ ) , શ્રી ઉમેશ નાગડા ( અંકલ ) - વીઢ , શ્રી રવીન્દ્ર ચાંપશી જૈન (નારાણપુર ) , શ્રી મોતીલાલ ખીમજી મારું ( માપર ) , શ્રી અમર હીરજી ગડા (બાડા), શ્રી કાન્તિલાલ લખમશી સોની ( બાંભડાઈ ) , શ્રી મહેન્દ્ર મેઘજી મોતા ( વારાપધ્ધર ) , શ્રી મુલચંદ દેઢિયા ( લાયજા ) આ સભ્યો એ ભેગા થઈને ' અરીહંત ગ્રુપ' ની સ્થાપના કરી.

દર શનિવારે શ્રી રસિક છેડા ના ઘરે ભેગા થઇ રાત્રીભાવના કરતાં આ દરમ્યાન સાથે મળીને સમાજ માટે કંઈક કરી દેખાડવાની સંઘભાવના નિર્માણ થઇ.

પર્યુંસણમાં સ્ટેજ પ્રોગ્રામ , ધાર્મિક રથયાત્રામાં સ્વયંસેવક તરીકેની સેવા જેવી પ્રવૃતિઓથી શરૂઆત થઇ. ત્યારબાદ મેડીકલ ક્ષેત્રે કંઈક કરવાની ઈચ્છા સાથે વિવિધ શીબોરોનું આયોજન કરવામાં આવ્યું. સૌ પ્રથમ શ્રી કે. બી. વીર સ્કુલમાં સ્ત્રીરોગ નિદાન અને કેન્સર નિદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું. તેમાં લગભગ ૨૫૦ જેટલી મહિલાઓએ ભાગ લીધો ....... MORE